બેચરાજી થી હાસલપુર, વિઠલાપુર તરફ જતા રોડ પર વરસાદના કારણે છેલ્લા ઘણા સમયથી મસ મોટા ખાડા પડી ગયા છે.જેના કારણે વાહન ચાલકોને ત્રણ મિનિટ નો રસ્તો 30 મિનિટ લાગી જાય છે તેમજ ભારે ટ્રાફિક જામ થઈ જાય છે જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ વરસાદના વિરામ બાદ રોડ પરના ખાડા નું સમારકામ નાં કરતા લોકોમાં પણ ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.તંત્ર દ્વારા રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.