આજે બપોરે 3:00વાગ્યાની આસપાસ સામાજિક કાર્યકર પરષોત્તમભાઈ પીપળીયાએ લોકમેળાના સ્થળને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈને પણ શહેરના શાસ્ત્રી મેદાન અને રેસકોર્ષ મેદાન મેળાને અનુકૂળ છે. આ ઉપરાંત, મધ્યમ વર્ગના લોકો પણ વધારાનું રીક્ષા ભાડું ખર્ચ્યા વિના સહેલાઈથી લોકમેળામાં પહોંચી શકે તે માટે લોકમેળો શાસ્ત્રી મેદાન અથવા રેસકોર્ષના મેદાનમાં જ યોજાવો જોઈએ.