માધવપુરની શેઠ એન.ડી.આર સરકારી હાઈસ્કૂલ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા આપત્તિ સમયે કઈ રીતે પોતાની સુરક્ષા કરવી અને અન્ય લોકોને પણ મદદરૂપ બની શકાય તે માટેનો ડેમો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફને આપત્તિ સમયે જરૂરી પ્રાથમિક સારવાર અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.