કચ્છમાં ખરાબ રસ્તાઓ છતાં ટોલ વસુલાતના મુદ્દે આજે સાંજે 5:00 વાગે ગાંધીધામ ચેમ્બરમાં યોજાયેલી અગત્યની બેઠકમાં “No Road, No Toll” આંદોલનને 12મી સપ્ટેમ્બરથી સ્વૈચ્છીક ટ્રક હડતાલ તરીકે શરૂ કરવાનું એલાન કરાયું છે. જેમાં તમામ પરીવહન અટકાવાની જાહેરાત કરાઈ છે. સાથે જરૂરિયાતના પરીવહનનને ટોલ વગર જારી રખાશે. વિવિધ ટ્રાન્સપોર્ટ, વેપારી અને ઉદ્યોગ સંગઠનો સાથે મળીને આંદોલનને વ્યાપક બનાવવા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા.