સોમવારના 12:00 કલાકે નોંધેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડ રેલવે પોલીસની ટીમ પ્લેટફોર્મ ઉપર આવતી જતી ટ્રેનોમાં પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવેલી ટ્રેનમાં ચેકિંગ દરમિયાન બે ઈસમો ને પ્રોહિબીશનના શંકાના આધારે ચેક કરતા એમની પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બંને ઈસમો પાસેથી કુલ 6480 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ફરિયાદ દાખલ કરી છે.