વાલિયા તાલુકાના ચમારીયા-ભિલોડ માર્ગ ઉપર નેવરી માતાજીના નાળા ઉપર કોતરના પાણી ફરી વળ્યાં હતા. ભરૂચ જિલ્લામાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.ત્યારે મોડી રાતથી વરસેલા વરસાદને પગલે ઠેરઠેર જલ ભરાવ જોવા મળ્યો હતો.તેવામાં વાલિયા તાલુકાના ચમારીયા-ભિલોડ માર્ગ ઉપર નેવરી માતાજીના નાળા ઉપર કોતરના પાણી ફરી વળ્યાં હતા.જેમાંથી વાહન ચાલકો જીવના જોખમે પ્રસાર થતા જોવા મળ્યા હતા.