રવિવારે સાંજે પાંચ કલાકના સમય દરમિયાન સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ખાડી ઉપરથી મહિલાની એંગલ સાથે લટકતી હાલત પણ લાશ મળી આવી હતી. બનાવની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશ અને પીએમ અર્થે ખસેડી હતી. મહિલા કોણ છે અને ક્યાંની રહેવાસી છે તેમજ તેની હત્યા છે કે પછી આત્મહત્યા એ સવાલોના જવાબ જાણવા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.