This browser does not support the video element.
વાંકાનેર: વાંકાનેરના ચંદ્રપુર નજીક વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક અકસ્માતગ્રસ્ત થતાં યુવાનનું કરૂણ મોત….
Wankaner, Morbi | Sep 5, 2025
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામના બોર્ડ પાસે અંજની પ્લાઝા સામે આજરોજ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ઇદે મિલાદ તહેવાર નિમિત્તે વાંકાનેરથી લિંબાળા તરફ હિરો મેસ્ટ્રો બાઇક નં. GJ 09 CU 6587 લઇને પસાર થતા એહમદશા જહાંગીરશા રાઠોડ (ઉ.વ. ૨૧, રહે. હાલ લીંબાળા ધારે, વાંકાનેર, મુળ રહે. થાન, જી. સુરેન્દ્રનગર)નું બાઇક કોઈ કારણોસર અકસ્માતગ્રસ્ત બનતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.