હાલોલ શહેરના રબારી પડ્યા ખાતે મંદિર નજીક ગઈકાલે શનિવારે રાત્રિના સુમારે એક અજગર આવી ચઢ્યો હતો. જેને લઇને સ્થાનિકોમાં ભય અને ફફડાટ ફેલાયો હતો. જેમાં બનાવની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યુ ટીમના કર્મચારી અને જીવદયા પ્રેમી યુવાનો જયેશ કોટવાળ અને વાય.કે.પટેલને કરાઈ હતી. જેમાં આ બંને જીવદયા પ્રેમી યુવાનોએ રાત્રિના અંધકારમાં ભારે જહેમત ઉઠાવી 5 ફૂટ જેટલી લંબાઇ ધરાવતા ખૂંખાર અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.