ગંભીરા પાસે મહીં નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. રેતી ખનન કરતા ડમ્પર,નાવડી અને હિટાચી મશીન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.આંકલાવના ગંભીરા પાસે મહી નદીમાં છેલ્લા કેટલાય સમયથી રેતી ખનન ચાલતું હતું. ગંભીરામાં રાત્રી દરમ્યાન મોટા પાયે રેતી ખનન ચાલતું હતું.