ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામમાં 35 વર્ષીય ભરત ઠાકોરના લગ્ન દસેક વર્ષ અગાઉ એક યુવતી સાથે થયાં હતાં. તેઓને સંતાનમાં બે દિકરીઓ એક દિકરો છે. આ ભરત આણંદ મુકામે ભરતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. આ ભરતના પત્નીને ગામમાં જ રહેતા વિરલ ઠાકોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.આ અંગેની જાણ થોડા સમય અગાઉ ભરતને થઈ હતી. જેથી ભરત અને તેમના નાના ભાઈએ આ બાબતે વિરલને બે-ત્રણ વખત ઠપકો આપ્યો હતો અને પ્રેમ સંબંધ કાપી નાંખવા જણાવ્યું હતું.