દ્વારકા શહેરના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ શંકરલાલ ગોકાણી (ઉ.વ.46) નામના યુવાનની આર્થિક પરિસ્થિતી નબળી હતી. તેઓ મહેનત કરવા છતાં પણ સફળ થતા ન હોવાથી ચિંતાગ્રસ્ત રહેતા હતા. તેઓ આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી કંટાળીને પોતાના ઘરના રૂમની અંદર પોતાના હાથે ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.