રાપર તાલુકામાંથી નેશનલ હાઈવે નં.૨૭ માં આવતા કાનમેર ગામનાં પશુઓને રોડ ક્રોસ કરવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે અને કયારેક અકસ્માત પણ સર્જાય છે. જેને ધ્યાનમાં લઈ કાનમેર ગામનાં હાઈવે પર ઓવરબ્રિજ બનાવવા માગ કરવામાં આવી હતી.સત્વરે કાનમેર ગામનાં પાટિયા હાઈવે પર ઓવરબ્રિજ તથા સર્વિસ રોડ બનાવવામાં આવે તો લોકોને અને પશુઓને રોડ ક્રોસ કરવામાં સરળતા રહે તેમજ ગામમાં બસ સ્ટોપ આપવા પણ ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરાયો હતો.