ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામે સ્થાનિક લોકોએ નેશનલ હાઈવે પર પડેલા ખાડા સ્વયંભૂ પૂર્યા.તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામેથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે પર પડેલા ઊંડા ખાડા ગુરુવારે 11.30 કલાકની આસપાસ સ્થાનિક લોકોએ સ્વયંભૂ પૂર્યા હતા.ત્યારે નેશનલ હાઈવેની કામગીરી સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.