જામનગરના બજરંગપુર ગામમાં મોડી રાત્રે તસ્કરોનો હાથફેરો કર્યો. બે દુકાન તથા મંદિરોમાં ચોરી, શ્રાવણ માસમાં મહાદેવ મંદિરમાંથી આભૂષણો ચોરી ગયા.ગામમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા. ગામની બે દુકાન સાથે સાથે મહાદેવ મંદિરમાંથી આભૂષણો અને ચામુંડા માતાજીના મંદિરમાંથી દાનપેટી ઉચકી તસ્કરો ફરાર થઈ ગયા. શ્રાવણ માસ દરમ્યાન મહાદેવ મંદિરમાંથી આભૂષણોની ચોરી થતાં ગામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.