શામળાજી–ભિલોડા હાઇવે પર ફરી પાણી ભરાતા માર્ગ બંધ કરાયો છે. ઉપરવાસના ભારે વરસાદથી ડોડીસરા ડાયવર્ઝન પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ઠપ થયો છે. હાઇવે બંધ થતાં અંબાજી જતા સંતરામપુર,દાહોદ સહિત જિલ્લાના અનેક પદયાત્રીઓ વચ્ચે અટવાઈ હાલાકીનો સામનો કરી રહ્યા છે.