અંકેવાળીયા ગામના સમ્પ માં ગામની વસ્તી ને દૈનિક સરેરાશ પાણી મળી રહે તેટલું પાણી મળતુ નથી જેથી ગામ ના લોકો ને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં લોકોમા રોષ ફેલાયો છે. અંકેવાળીયા ગામના સરપંચ જીતુભાઈ રાઠોડે ગામના લોકો ને સાથે રાખી નાયબ કલેકટર કુલદીપ દેસાઇ ને આવેદન પત્ર આપ્યું હતું અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ખોટી રીતે પાણી પુરૂ ન પાડતા હોવાની ફરિયાદ કરી પ્રતિક્રિયા આપી હતી