ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીનું 12 વર્ષ પહેલાં નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમાર રજૂ કરાઈ હતી. બિલ્ડર હિતેશભાઈ જે સોસાયટીના પ્રમુખ પણ છે. તેઓએ આજદિન સુધી આપેલા વાયદા પુરા કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં. મેઇન્ટેનન્સ થતું નથી. સોસાયટીમાં ફાયર સેફટી અને CCTV કોઈ સુવિધા નહિ હોવાનો મકાન ધારકો આક્રોશ ઠાલવી રહ્યાં છે.