માળિયા (મિયાણા) તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ત્યારે તાલુકાના મોટાભાગના ગામોમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા છે અને કપાસના પાકને મોટાપાયે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, ત્યારે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાથી કપાસના પાકને મોટું નુકસાન થયું છે. જેથી તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ નુકસાનીનો સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.