ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર મહમમદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબીઉલ અવવલ ની 12 મી તારીખે થયો હતો જે આગામી 5 મી સપ્ટેમ્બર ને શુક્રવારના દિવસે આવે છે જેને મુસ્લિમ સમુદાય ઇદેમીલાદ ના નામે ઉજવે છે. આ દિવસની પૂર્વ તૈયારી રૂપે નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં તમામ ધાર્મિક સ્થાનો, તમામ મુખ્ય માર્ગો, શેરી મહોલ્લાઓ, મકાનો અને જ્યા જુઓ ત્યાં રંગ બેરંગી લાઈટો થી ગત મોડી રાતે શણગારી જન્મ દિવસના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે.