સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ ૧૫ જેટલા પ્રશ્નો મુદ્દે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી જાણકારી મેળવી અરજદાર સાથે વાત કર્યા બાદ ૧૩ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ૧૫ પ્રશ્નો પૈકી ૦૨ પ્રશ્નો હાલ પૂરતા પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. આમ, આજ રોજ કલેકટર કચેરી આણંદ ખાતે યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૩ પ્રશ્નોનું સકારાત્મક નિકાલ કરાયા હતા.