22 જુલાઈના રોજ ઓલપાડના સોશક ગામની સીમમાં સંતોષ કોકરે ની હત્યા થઈ હતી.જે અંગે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાયો હતો.ઓલપાડ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.તપાસમાં સમયે આવ્યું કે આ હત્યા અન્ય કોઈ નહીં પરંતુ સુનિલ ઉર્ફે ગાવટી દિલીપ પાટીલે કરી છે.જેથી આરોપીને ગંધ આવી જતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.દરમ્યાન એ ગુનાનો આરોપી સુરતના ચોકબજાર સ્થિત નાની વેડ રોડ ખાતે આવેલ વાળીનાથ ચોક પાસેથી પસાર થતા ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યો હતો.