ભરૂચ શહેરના હાજી ખાના બજારમાં રહેતા મીનેશ પ્રજાપતિ 80 હજારનું વીજ બિલના વિવાદમાં વીજ કંપનીનું નિવેદન સામે આવ્યું છે.સમાચાર પ્રસારિત થયા બાદ વીજ કંપનીની ટીમે ગ્રાહકના ઘરની મુલાકાત કરી હતી તપાસ કરતા સ્માર્ટ મીટર બરાબર જણાઈ આવ્યું હતું.જ્યારે ઘર ઉપર લગાવેલ સોલરનું ઇન્વેટરમાં ખામીના કારણે વધુ બિલ આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.જે બાદ વીજ કંપનીના અધિકારીઓએ બિલ સુધારી 80 હજાર બદલે 23 હજાર કરી આપ્યું હતું.