આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા પોશીનામાં વરસાદની ઘટ વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પોશીના વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી નદી પહેલીવાર કે જે બે કાંઠે વહેતી થઈ હતી. ત્યારે આ ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં પ્રથમ વાર સાબરમતી નદી બે કાંઠે વહેતી થતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.