દેલવાડા ગામના અલ્પેશભાઈ કે જેઓ 31 ઓગસ્ટ રાત્રીના અંદાજીત 10 વાગ્યા ની આસપાસ પોતાનું બાઈક લઈ અન્ય વ્યક્તિ ને બાઈક પાછળ બેસાડી ધરે જઈ રહ્યા હતા.તે દરમિયાન માણેકનાથ મંદિર નજીક બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અલ્પેશભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.તો અન્ય એક વ્યક્તિ ને ઈજાઓ પહોંચતા ખેડબ્રહ્મા અને ત્યાં થી હિંમતનગર રીફર કરાયા હતા.ત્યારે આ અંગે એસ.ટી બસના ચાલક વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.