ચોટીલા આણંદપુર રોડ ઉપર આવેલા ચોટીલા ના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ખેડૂત મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગત મોડી રાતથી જ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સ્થળ ઉપર પાણી ભરાઈ જતા આ મહા સંમેલન રદ કરવામાં આવ્યો હતો અને બાદમાં હિરાસર એરપોર્ટ પાસે આવેલા પ્રભુ ફાર્મહાઉસ ખાતે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને આ મહા સંમેલન આગામી દિવસોમાં ફરી યોજવામાં આવશે તેમ જણાવ્