દંતાલીના પારા વિસ્તાર માં આવેલ ગંગાબા ના મુવાડા પ્રાથમિક શાળા બહાર પાણી ભરવાની સમસ્યા ને લઈ લોકો માં રોષ છે. સ્થાનિકો ની ફરિયાદ છે કે જ્યારથી નેશનલ હાઈવે નંબર 8 રિ- ડેવલપ થયો ત્યારથી પાણી ના નિકાલનો કુદરતી રસ્તો બંધ થઈ જતા આ સમસ્યા નું સર્જન થયું છે. આજરોજ પાણી નિકાલની સમસ્યાને લઈ ગ્રામજનોનો દ્વારા શાળા બહાર સૂત્રોચાર કર્યા હતા.