ડોલવણ ગામના ભંડાર ફળિયાના વેપારી સાથે 20 હજાર 958 રૂપિયાની છેતરપિંડી થઈ.તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ ડોલવણ ગામના ફરિયાદી સાથે ઓનલાઇન કપડા ની ખરીદી બાબતે છેતરપિંડી થઈ છે.જેમાં અજાણ્યા ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.જેમાં તેમની સાથે કપડા અને તેના કુરિયર કરવા સહિતના અલગ અલગ પેમેન્ટ પેટે 20 હજાર 958 રૂપિયાની છેતરપિંડી થતા ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.