મોરબીના વીરપરડા ગામે છેલ્લા 30-32 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબી કોમી એકતાની મિશાલ બની ગઈ છે. આ અનોખી ગરબીમા નાતજાતનો કોઈ ભેદ નથી. દરેક વર્ણના લોકો સાથે મળીને દરેક તહેવારોની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે જેમાં છેલ્લા ઘણા વર્ષથી ગામના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને પ્રાચીન ગરબીનું આયોજન કરે છે.