આવતીકાલે ગોધરા શહેરમાં યોજાનારી ગણેશ વિસર્જન શોભાયાત્રાને લઈને રવિવારે મોડી સાંજે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની અધ્યક્ષતામાં વિસર્જનના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા, જેમનો મુખ્ય હેતુ શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ કવાયત દ્વારા પોલીસ દ્વારા સુરક્ષાની તૈયારીઓ દર્શાવવામાં આવ