ભાણવડના ઘુમલી ખાતે બરડા ડુંગરમાં આવેલ માઁ આશાપુરાના મંદિરમાં થોડા દિવસ પહેલા તસ્કરોએ માતાજીના આભૂષણોની ચોરીને અંજામ આપ્યો હતો. બીજી વાર મંદિરમાં ચોરીની ઘટના થતાં ભાવિકોમાં રોષની લાગણી પ્રસરી છે. જલ્દ જ આ તસ્કરોને પકડીને તેમને કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે ભાણવડ બ્રહ્મ સમાજના અગ્રણીઓએ દેવભૂમિ દ્વારકા જીલ્લાના SP જયરાજસિંહ વાળા સાહેબને રજૂઆત કરી છે.