માલપુર તાલુકાના અંબાવા,કોયલીયા,પહાડીયા, તલાવડી સહિત ગામના 180 જેટલા વિધાર્થીઓ માલપુરનો શાળા ખાતે અભ્યાસ કરે છે.પરંતુ એસ.ટી બસની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અંબાવા શાલમબાપુના પહાડીયા રૂટની એસ.ટી બસની સેવા પુનઃ શરૂ કરવા બાબતે વિદ્યાર્થીઓ અને આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.