ચોમાસાની સિઝન હજી પૂર્ણ થઈ નથી. ભાદરવાને હજી ગણતરીના દિવસો ગયા છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતા 7 દિવસ વરસાદ થવાની વકી છે. આટલું ઓછું હોય તેમ દરિયા કિનારે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે. જેથી માછીમારોને દરિયો ન ખેડના ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 5 વરસાદ ઘમરોળશે. આજે મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.