ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે દરિયામાં નાહવા ગયેલા ત્રણ બાળકો અચાનક દરિયાના પાણીમાં ડૂબ્યા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જો કે સ્થાનિકો જોઈ જતા બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક બાળક ઋત્વિકભાઈ તુલશીભાઈ બાંભણીયા દરિયામાં તણાઈ જવાથી લાપતા થયો હતો, જેને લઈ તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવતા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કોળિયાક સીએચસી મોકલી કાર્યવાહી હાથ ધરી.