અમરેલી જિલ્લા સતત વરસી રહેલા વરસાદને કારણે માર્ગો પર ફિસલાટ વધી રહી છે. અમરેલી જિલ્લાના સમઢીયાળા નજીક વરસાદને કારણે બાઈક સ્લીપ ખાઈ જતા ધર્મેન્દ્રભાઈ નિમાવત અને તેમની પત્ની પંકિલાબેન નિમાવત અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા. બંનેને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડાયા હતા.વરસાદમાં મુસાફરી દરમ્યાન સાવચેત રહેવા માટે પોલીસ દ્વારા સતત અનુરોધ કરવામાં આવી રહ્યો છે.