માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ની વરણી સામે લઘુમતી સમાજ સહિતના આગેવાનોએ વિરોધ કરી લઘુમતી સમાજના ઉમેદવારને પ્રમુખ બનાવવા માંગ કરી છે પ્રમુખની વરણી બાબતે ફેરવીચાણા નહીં કરવામાં આવે તો રાજીનામાં આપવા સુધીની ચીમકી કોંગ્રેસના આગેવાનોએ આપી છે પ્રમુખ પદની સેન્સ પ્રક્રિયામાં મહત્તમ કોંગ્રેસ કાર્યકરોએ ઇરફાનભાઇ મકરાણી ને સમર્થન આપ્યું હતું છતાં ખોટી રીતે સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ રજૂ કરી તેઓને પ્રમુખ પદથી વંચિત રાખવામાં આવ્યા છે