દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે ૧૧ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાહેર જનતાની સલામતી માટે તેમના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.