છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને નગર પાલિકાની જાહેરાત થતાંજ પંચાયતના ચાર્જ હવે છોટાઉદેપુરના ચીફ ઓફિસર સંભાળશે.બોડેલી તાલુકાના મામલતદાર વહીવટદાર તરીકે રહેશે અને ચીફ ઓફિસર નાણાંકીય વહીવટ સંભાળશે.છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડને બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે.