લીલીયા તાલુકાના ગુદરણ ગામે સરદાર બાગ ખાતે રૂક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાવરકુંડલા-લીલીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ, જીલ્લા તથા તાલુકા પંચાયતના અગ્રણીઓ, ભાજપના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુદરણ પ્રાથમિક શાળામાં પણ આ અવસરે રૂક્ષા રોપણ કરાયું હતું.