જામનગર શહેરમાં ગણેશ મહોત્સવના તહેવાર તેમજ ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શહેરના ખાસ કરીને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં શાંતિ જળવાયેલી રહે, અને બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય, તેના ભાગરૂપે ગઈકાલે સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટિમ તથા એલસીબી ની ટુકડી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.