ચુડા તાલુકા ના વેજલકા ગામે રહેતા રસિક જેરામભાઇ ધરજીયા એ ચુડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેમના મોટા ભાઈ રમેશ તથા ભાભી દયાબેન તથા તેમનો દીકરો રવી એ લાકડા વડે પિતા તથા નાના ભાઈ રસિકભાઇ ઉપર લાકડી અને છોરીયા વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત પિતા તથા નાના ભાઈ ને સારવાર માટે પ્રથમ ચુડા સિવિલ હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા.