બીલખા નજીક બેલા ગામના બિલનાથ મહાદેવ મંદિર પાસે પિતૃ વિધિ કરવા આવેલા 40 વર્ષીય યુવક અશ્વિનભાઈ સાકરીયા ની તલવારના ધા ઝીંકી નીર્દયી હત્યા કરવામાં આવી હતી.આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ બીલખા પોલીસે હત્યાનો ગુનો નોંધી એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર મામલે ASP રોહિત ડગરે પ્રતિક્રિયા આપી છે.