આજે ધરો આઠમ અને રાધાષ્ટમીના પાવન અવસરે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આ ધરો સાળંગરપુર હનુમાનજી મંદિરના ગાર્ડનમાંથી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે તૈયાર થયેલા વિશેષ વાઘા પહેરાવ્યા છે. આ વાઘામાં રાધાજીના મહેલનું ચિત્ર દર્શાવાયું છે. આજે બપોરે શ્રીહરિ મંદિરમાં રાધાજીના જન્મોત્સવની આરતી કરવામાં આવશે.