હાલોલના જ્યોતિ સર્કલ થી બોડેલી તરફ જતા નેશનલ હાઈવે ઉપર પાવાગઢ જતા પદયાત્રીઓ માટે બનાવવામાં આવેલી ફૂટપાથ ઉપર કબજો કરી નાના મોટા વેપાર ધંધા કરનારા ઈસમો હવે રોડ ઉપર પોતાની દુકાનો લગાવી દેતા અકસ્માતોનો ભય વધ્યો છે. મુખ્ય માર્ગ ઉપર ટેબલ અને છત્રી લગાવી અમેરિકન મકાઈ વેચવા બેસી જતા વેપારીઓ ને કારણે આ અડધો નેશનલ હાઇવે આડેધડ પાર્ક થતા વાહનો થી રોકાઈ જાય છે. જેના કારણે વડોદરા તેમજ ગોધરા તરફથી પાવાગઢ જતા વાહનચાલકોએ ભારે અગવડ ભોગવવી પડે છે