હાલમાં સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં ઓપરેશન સિંદૂર, સ્વદેશી સહિતની થીમ પર ગણેશ પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દુંદાળા દેવનીઆસ્થા સાથે દેશભક્તિ પણ જોવા મળી રહી છે.સૂર્યમુખી હનુમાનજી મંદિર પ્રટાંગણ દ્વારકા ખાતે ગણપતિ વંદના સાથે સાથે પંડાલમાં અદમ્ય શૌર્ય અને સાહસનું પ્રતીક ઓપરેશન સિંદૂરની થીમ આધારિત શણગાર કરવામાં આવ્યો છે.