કરજણ ડેમના ઇજનેર મયુર મહાલે ના જા નાવ્યા અનુસાર ડેમની મહત્તમ સપાટી 115.25 મીટર છે હાલમાં જળ સપાટી 115.13 મીટર સુધી પહોંચી ગઈ છે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે ડેમનો રોડ લેવલ જાળવવા માટે ચાર દરવાજા ખોલવાની ફરજ પડી છે હાલમાં 34,700 ક્યુસેક પાણી નદીમાં ચૌદવામાં આવી રહ્યું છે આ કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ રહી છે