દેત્રોજ ભાવસાર વિદ્યામંદિર ખાતે જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પોક્સો એક્ટ અને બાળ અધિકારો અંગે શિબિરમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં જાગૃતીબેન ખંડવી તથા દેત્રોજ કોર્ટના મહિલા વકીલો દ્વારા બંધારણમાં આપેલ સ્ત્રી અધિકારો, બેડ ટચ ગુડ ટચ, સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અંગે વિધાર્થીનીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.