અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમદુપુરામાં સફલ 4 કોમ્પ્લેક્સ માં દારૂ પીને યુવકોના ટોળાએ હોબાળો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વેપારી રાજેશ મૌર્ય દ્વારા આ મામલે શહેર કોટડા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે બનાવ સમયના મહિના સીસીટીવી જપ્ત કરીને તપાસ શરૂ કરી છે.