જામનગરના લાલવાડી ખાતે કિશોરભાઈ નટવરલાલ આસનના ઘરે પ્રવીણભાઈ તોગડીયા પહોંચ્યા હતા અને ત્યાં કાર્યકર્તાઓની મિટિંગ પણ બોલાવવામાં આવી હતી, અને આગામી નવરાત્રી નિમિત્તે નવરાત્રીમાં શસ્ત્ર પૂજન ફરજિયાત કરાવવાનું, શહેર જીલ્લામા નવરાત્રી ચાલુ થાય ત્યારે અને અને શનિવાર અને મંગળવાર શહેરના અલગ અલગ વિસ્તારમાં એક કલાક હનુમાન ચાલીસા પણ ફરજિયાત ચાલુ કરાવવા જણાવ્યું.