તાપી જિલ્લામાં યોજાનાર રેવન્યુ તલાટી વર્ગ-3 ભરતી પરીક્ષા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.તાપી જિલ્લાના અધિક નિવાસી કલેકટર દ્વારા 4 કલાકની આસપાસ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં રેવન્યુ તલાટીની યોજાનાર પરિક્ષા અંગે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા ન થવા તેમજ મોબાઇલ જેવા ગેજેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.